Pages

Pages - Menu

Katch 6 to 8 school good news...!

કચ્છનીધો.6થી 8વાળી તમામ ઉચ્ચત્તર પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન વિષયના વિદ્યાસહાયકોની નવી ભરતી કરાશે. તારીખ 10 અને 11ના ભુજના સહયોગ હોલમાં સ્થળ પસંદગી કેમ્પ યોજાશે. $
410 જગ્યાનું લિસ્ટ શુક્રવારે ડિસ્પ્લે કરાયું હતું. જિલ્લા પંચાયત સંચાલિત ધો.6થી 8વાળી તમામ શાળાઓમાં બે વિષયના વિદ્યાસહાયકો નિમાઇ જશે. $
શુક્રવારે સાંજે જિલ્લા પંચાયતમાં પ્રમુખની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જિ. શિ. સમિતિના ચેરમેન કેશુભાઇ પારસવા, બહાદુરસિંહ સોલંકી, ધીરજ ગોર, અશ્વિન પટેલ, દિનેશ શાહ, હરિસિંહ જાડેજા, હરેશ જોષી, ભાવેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકના તા.30/1/15ના પરિપત્ર મુજબ એક પણ શિક્ષક હાલમાં નથી તેવા 407 અને વધુ સંખ્યાવાળી 3 શાળા મળી 410 જગ્યા ડિસ્પ્લે કરવા નિર્ણય લેવાાયો હતો. સવારે 10થી સ્થળ પસંદગીનો કેમ્પ યોજાશે.

No comments:

Post a Comment