યુ.પી.એસ.સી. પરીક્ષાની તૈયારી માટે બનાસકાંઠા જિલ્લાના સ્નાતક ઉમેદવારો ને પાલનપુર ખાતે સ્પીપાના ડીસ્ટ્રીક્ટ તાલીમ સેન્ટરમાં તાલીમ અપાશે

યુ.પી.એસ.સી. પરીક્ષાની તૈયારી માટે 
બનાસકાંઠા જિલ્લાના સ્નાતક ઉમેદવારો ને પાલનપુર ખાતે  સ્પીપાના ડીસ્ટ્રીક્ટ
તાલીમ સેન્ટરમાં તાલીમ અપાશે

ઉચ્ચ અધિકારી બનવા માટે બનાસકાંઠા જિલ્લાના સ્નાતક ઉમેદવારો માટે સોનેરી તક
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ સાથે સંકળાયેલા  સ્પીપા ડીસ્ટ્રીક્ટ તાલીમ સેન્ટર (ડીટીસી) પાલનપુર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષાની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ આગામી તા.૨૭/૧/૨૦૧૬ થી શરૂ કરવામાં આવનાર છે.
આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લેવા ઇચ્છતા હોય તેવા સ્નાતક કક્ષાએ ૭૦ ટકા કે તેથી વધુ ટકાવારી પ્રાપ્ત કરેલ હોય તેવા ઉમેદવારોએ તેઓના તમામ
પ્રમાણપત્રો, ઉંમરનાં આધારો સહિત સંપૂર્ણ બાયોડેટા તા.૨૧/૧/૨૦૧૬ (કચેરી
સમય) સુધીમાં કલેકટર કચેરી, બનાસકાંઠા, પાલનપુર ખાતે મહેકમ શાખામાં રૂબરૂ રજુ કરવા જણાવવામાં આવે છે.
પ્રશિક્ષણ વર્ગોમાં પ્રવેશ બાબતે સ્પીપા અમદાવાદના નિયમો બંધનકર્તા રહેશે.