પ્રથમ વખત બાળ ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

ગુજરાતમાં પ્રથમ વખત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા બાળકો માટે બાળ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવાનો છે. આ બાળ ફિલ્મ ફેસ્ટિવલમાં બાળકોને ઉપયોગી થાય તેવી ફિલ્મો દર્શાવવામાં આવશે, આ ઉપરાંત મૌલિક સ્ટોરી આધારિત ગુણવત્તાયુકત બાળ ફિલ્મોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક એમ ચાર કેટેગરીમાં યોજાનારા બાળ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેનારી સ્કૂલોએ ૧૫ જાન્યુઆરી સુધી ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન ખાતે અરજી મોકલી શકશે. બાળ ફિલ્મ ફેસ્ટિવલમાં વિષય વસ્તુ સર્જનાત્મક, કલાત્મક અને ટેકનીકલ રીતે અસરકારક હોવા જરૃરી છે. બાળ ફિલ્મ વિવિધ સમાજ અને સંસ્કૃતિમાંથી આવતા બાળકોના સન્માન સાથે સંવાદ સાધે તે હોવા જરૃરી છે. તેમજ કાર્યક્રમમાં હિંસા, સેકસ, અભદ્ર ભાષા અથવા વસ્તુઓ જેની વિષય વસ્તુ ધર્મ, જાતિ, સંસ્કૃતિ, રંગભેદ નીતિ અથવા સ્ત્રી - પુરુષ  વચ્ચેના ભેદ ભાવનો પ્રચાર- પ્રસાર કરે તેવા  ન હોવો જોઇએ. ફિલ્મની સમય મર્યાદા  ૩૦ મિનિટથી વધુ  ન હોવી જોઇએ અને સાથે -સાથે ટેકનિકલ ભૂલ પણ હોવી જોઇએ નહી.


No comments:

Post a Comment