ઇ-રિસોર્સ લાઇબ્રેરી સાયન્સને નવી દિશા આપી શકે

પુસ્તકએ જ્ઞાનના વારસાને સાચવતું સશકત માધ્યમ છે.આ પુસ્તકોનો સંગ્રહ અને આપ લે કરવાના સાયન્સને લાયબ્રેરી સાયન્સ પણ કહે છે.હવેનો જમાનો ડિજીટલ ટેકનોલોજીનો આવ્યો હોવાથી લાયબ્રેરી સાયન્સની સમજ પુસ્તક વાચનના રસિયાઓને પણ હોય તે જરૃરી છે. ટેકનોલોજીનો સુવ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો દરેક વાચકને સરળતાથી પોતાનું મનગમતું પુસ્તક મળી રહે છે. લાયબ્રેરીયન સાયન્સની ભૂમિકા તેમાં ખૂબ મહત્વની ગણવામાં આવે છે. જે બાબતને ધ્યાનમાં રાખીને મણીનગર ખાતે આવેલી કે.કે શાહ જરોદવાલા સાયન્સ કોલેજ ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં ગુજરાતની વિવિધ લાઈબ્રેરીઓમાં ગ્રંથાલયની કામગીરી બજાવતા ગ્રંથપાલે ઈ-રિર્સોસનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર તલસ્પર્શી માહિતી આપી હતી.
આ સાથે કોલેજના ગ્રંથાલયો અને કોલેજ માટે બનાવેલા પ્રચાર સાધનો પોસ્ટર,ન્યુઝ લેટર અને ડાયજેસ્ટી અપાતી માહિતી વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.આ અંગે કોલેજના પ્રિન્સિપાલ આર.આર શાહ કહે છે કે કોમ્પ્યુટરના વપરાશથી માહિતી મેળવાનું પહેલા કરતા ખૂબ જ ઝડપી બની ગયુ છે.કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અને ઈ-રિર્સોસ દ્વારા કેવી રીતે લાઈબ્રેરીને વધારે ટેકનોલોજીલેસ બનાવી શકાય તે દિશામાં હવે કામ કરવાની જરૃર છે.

No comments:

Post a Comment